હવે કોણ ઉપાય અમે કરીયે, આવ્ય દુઃખથી કેમ ઉગરીયે હવે.૩/૪

હવે કોણ ઉપાય અમે કરીયે, આવ્ય દુઃખથી કેમ ઉગરીયે હવે.

સુખ દુઃખ આવે તે શરીર, તે તો નદિ તળાવનાં નિર,

પણ દુઃખ દરિયા કેમ તરીયે. હવે. ૧

મહા દુઃખમાં મેલીને ગયા તેની દિલમાં નાવી દયા

હૈયે ધીરજ કઇ પેર્યે ધરીયે. હવે. ૨

અણ તોલિયાં દુઃખ આવી પડે, તે તો સેવાયે નહિ કોયે વડે,

તેહ સારૂ તમને કરગરીયે. હવે. ૩

તમે નિષ્કુળાનંદના છો રાજ, વાલા જોઇ વિચારીને આજ,

આવી દુઃખ અમારા હરીયે. હવે. ૪

મૂળ પદ

શામળાને કોયે સંભળાવો, કેમ બાંઘ્‍યો અમથી દાવો, શામળા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી