વાલમ વાઇ તમે વાંસળીરે, કરો નૌતમ નાદ, ૧/૪

કૃષ્ણ કૃપા કરી આવીયે એ ઢાળ

વાલમ વાઇ તમે વાંસળીરે, કરો નૌતમ નાદ,

સાંભળતા શુદ્ધ વિસરીરે, હાંરે સુંદર લાગો સવાદ. વા. ૧

અંતર આવ્યું તેણે ઉફણીરે, ભુલી કરવાં હું કાજ,

ઘર પરથી ચિત ઉતર્યુંરે, રહી નહિ લોક લાજ. વા. ર

વ્યાકુળ થઇ છું હું તોવ્ર હેમાંરે, તપી આવ્યું છે તન,

મોહન તમને મળવા, હાંરે કરે મનોરથ મન. વા. ૩

આવી છઉં હું મોટી આશમાંરે, વાલા તમારે પાસ,

નિષ્કુળાનંદના હો નાથજી, હાંરે પિયા પુરો મારી આશ. વા. ૪

મૂળ પદ

વાલમ વાઇ તમે વાંસળીરે, કરો નૌતમ નાદ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી