શામ સલૂણા સાર લીજીયે, દિજીયે દર્શન દાન, ૨/૪

શામ સલૂણા સાર લીજીયે, દિજીયે દર્શન દાન,

નયણા તૃપ્ત કરો નાથજી, હાંરે ભાવે ભેટો ભગવાન. શા. ૧

લોચન થયાં છે મારાં લાલચુરે, જોવા જીવન પ્રાણ,

અહોનિશ રહે છે અંતરમાં, હાંરે વાલા તમારી તાણ. શા. ર

શ્રવણ ઇછે છે મારા સુંણવારે, વાલા મુખની વાણ,

આવો આલીંગન લીજીયે, હાંરે શામ સુંદર સુજાણ. શા. ૩

દ્રગ ભરી હરિ દેખશુંરે, જ્યારે તમારૂ મુખ,

નિષ્કુળાનંદનાહો નાથજી, હાંરે ત્યારે જાશે મારૂ દુઃખ. શા. ૪

મૂળ પદ

વાલમ વાઇ તમે વાંસળીરે, કરો નૌતમ નાદ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી