સાચા સનેહિ છો શામળારે, મારા પ્રાણજીવન, ૩/૪

સાચા સનેહિ છો શામળારે, મારા પ્રાણજીવન,

તમ ઉપર ત્રીકમજી, હાંરે વાલા વારું મારૂં તન. સા. ૧

સુખ તજી સંસારનારે, સેવું સુંદર શામ,

ઘોળાં પરાં હવે ઘરનાં, હાંરે કડવાં થયાં છે કામ. સા. ર

તમ સાથે મન માન્યુંરે, બેસે બીજે નહિ ચિત,

સહુસુ ત્રોડી જોડી તમસું, હાંરે પિયા પૂરણ પ્રીત. સા. ૩

સર્વે તજી ભજું તમનેરે, સુખસાગર સુજાણ,

નિષ્કુળાનંદના હો નાથજી, હાંરે મારા જીવન પ્રાણ. સા. ૪

મૂળ પદ

વાલમ વાઇ તમે વાંસળીરે, કરો નૌતમ નાદ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી