દાઢી દેખીને દિલડુ મારુ, નાચી ઉઠ્યું હે શ્રીજી રે લગની લાગી સદા તમારી ૮/૧૦

દાઢી દેખીને દિલડુ મારુ, નાચી ઉઠ્યું હે શ્રીજી રે;
લગની લાગી સદા તમારી, ન ગમે વસ્તુ બીજી રે...દાઢી૦ ૧
ડોક તમારી દિલમાં ધારી, અતિશે શાંતિ હું પામું રે;
શંખનાં જેવો આકાર ગળાનો, જોઇ રહું સદા સામું રે...દાઢી૦ ૨
બોળી છાતીમાં કનક કંઠી, કોટ ઉપરથી લટકે રે;
મનડું મારું હરિ ફરિને, ત્યાં જઇને અટકે રે...દાઢી૦ ૩
અંતર મારું આશા કરે છે, ભુજાઓ જોઇ તમારી રે;
જ્ઞાનજીવન કહે આવોને વાલા, મને ભેટો અવતારી રે...દાઢી૦ ૪

મૂળ પદ

દાદાને દરબાર પોઢ્યા છે વાલો

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી