પોતાના જાણીને પાતળારે, વાલા કરો મારી વાર, ૪/૪

પોતાના જાણીને પાતળારે, વાલા કરો મારી વાર,

સમીપે તેડો હવે શામળા, હાંરે પિયા પ્રાણ આધાર. પો. ૧

દુર રિયે દુઃખ ઉપજે, તમે જાણો છો જરૂર,

તેહ માટે કહું તમને, હાંરે પિયા રયે નહિ દુર. પો. ર

જળ તજે જળ જીવનેરે, સીયું સુખ શરીર,

રાત દિવસ રહે રુદિયે, હાંરે નીર વિના એ અધીર. પો. ૩

એમ અમારે અંતરેરે, પિયા તમારી પ્યાસ,

નિષ્કુળાનંદનાહો નાથજી, હાંરે વાલા છઉં તમારી દાસ.પો.૪

મૂળ પદ

વાલમ વાઇ તમે વાંસળીરે, કરો નૌતમ નાદ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી