કેત હું વેરમવેર બંદે, કેત હું વેરમવેર, ૨/૪

કેત હું વેરમવેર બંદે, કેત હું વેરમવેર,
કુડકી ભકિત કાય કરત હો, આગ્યે નાયે અંધેર.          બંદે.
તું મત જાણે ઘર સાયબકે, સબહી હે ટકે શેર,
જેસિ કરહી તેસિ ખાવત, વામે નહિ કછુ ફેર.             બંદે.૧
કરત રિંદગિ બંદગી માનત, દેખત નહિ દિલ હેર,
નેકિ બિન્યા નિફા નહિ મિલત, ક્યા કેતિક વેર.           બંદે. ર
સાચકી ભકિત તોય ન ભાવે, કરત હો નિત્ય કેર,
દેખ કમાણી દિલકે દેદું, કેશે હોવેગી મેર.                        બંદે. ૩
લોક દેખાવન ધ્યાન લગાવત, ગાવત લે લે લેર,
નિષ્કુળાનંદ કે એસિ ન કીજે, મુખ અમી માંઇ ઝેર.       બંદે. ૪ 

મૂળ પદ

ક્યું પાયે ઘર દૂર બંદે ક્યું પાયે ઘર દૂર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી