અલ્યવ્યનો ભીનોરે આવ્યા મારી અંકમાંરે, ૧/૮

 રાગ સામેરી

જવાનીને દોડેરે હરિને જાણયા નહિરે એ ઢાળ છે.
અલ્યવ્યનો ભીનોરે આવ્યા મારી અંકમાંરે,
ભાવે ભરી ભેટી હું ભુધર અંગ,
સકોમળ કાયારે કંકોળેલ કાનનીરે,
આલિંગન લેતાં વાધ્યો ઉછરંગ.                       અ. ૧
માન મેલિ મલિરે મન માન્યા માવનેરે,
તેણે મારૂ તપતું ટળિયું રે તન,
શિતળને કીધીરે સખી મુને શામળેરે,
જ્યારે લીધું અલબેલેરે આલિંગન.                   અ. ર
મોહન મળતારે મનમાં મગન થઇરે,
શિયું કહું સમાગમનું સુખ,
હુલસિને આવેરે બાઇ મારે હઇડેરે,
મરજાદા મેલી ન કેવાયે મુખ.                         અ. ૩
આલિંગન લેતાંરે અંતર રાખ્યો નહિરે,
એકમેક કરી અમશુંરે અંગ,
ફૂલીને ફરૂ છું રે તેણે મારા તનમાંરે,
પરસતાં પીયુને પલટ્યો રંગ.                          અ. ૪
હેતને મલવેરે હૈયું ઘણું હરખેરે,
નિરખતાં નયણા તૃપ્ત ન થાયે,
નિષ્કુળાનંદનારે નાથ મલ્યા મુજનેરે,
તે તો સખી સુખ મુખે ન કેવાય.                      અ. પ
 

મૂળ પદ

અલ્‍યવ્‍યનો ભીનોરે આવ્‍યા મારી અંકમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી