વમારૂં મન માન્યુંરે મરમાળા માવસુંરે, ૪/૮

વમારૂં મન માન્યુંરે મરમાળા માવસુંરે,

સુતાં બેઠા સાંભરે સુંદર શ્યામ,

અંગમાં આલોચનરે બાઇ મુને એહ તણીરે,

કોને કેમ કરી કરું ઘર કામ. મા. ૧

અંતર ઉદાસીરે ઘણું રહે ઘરથીરે, ઉઠી ઉઠી જોઉં વાલાનીરે વાટ. ,

આવડીને વારરે રોક્યા કેણે રાજનેરે,

અલબેલો આવીયા નહિ શિયા માટ. મા. ર

નિદરાને નાવેરે બાઇ મારે નયણેરે, રોઇ રોઇ લોચન કીધાં મેં લાલ,

સુખ મુને સાલેરે મુખડું મોઘું થયુંરે,

શોકે હું તો થઇ સુકાઇને સાલ. મા. ૩

પીયુ પીયુ કરુંરે બોલે જેમ બાપૈયોરે, રાત દિન રટું હું રસિક રાય,

પ્રાણના પિયારારે પીયુજી પધારજોરે,

જોતાં કાંઇ દયા આવે દલમાંય. મા. ૪

અમ સરીખારે તમારે અનેક છેરે, અમારે તો અલબેલા તમે એક,

નિષ્કુળાનંદનરે સ્વામી મારી સાંભળોરે,

મલ્યે મુને વાન વલેતો વસેક. મા. પ

મૂળ પદ

અલ્‍યવ્‍યનો ભીનોરે આવ્‍યા મારી અંક���ાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી