લટકાળે લીધુંરે મન હરિ માયેરૂંરે૫/૮

લટકાળે લીધુંરે મન હરિ માયેરૂંરે, નાંખી નાંખી નયણ બાણની ચોટ

કોને કેમ કરૂંરે કાલજ્ય મારૂ કોરીયુંરે,

લોચનીયે મારી કરી લોટ પોટ. લ. ૧

મારગમાં જાતાંરે મલ્યા મુને માવજીરે,

સામે રહી શામળે કરી મુને શાન,

પ્રાણ હરિ લીધાંરે મુને નાખી મોહનીરે,

કામણગારો દિસે છે બાઇ કાન. લ. ર

વૃજમાં વસવુંરે જાવું મઇ વેચવારે, વાટે ઘાટે તાકી રહ્યો હોયે તેહ, હ

એકલાં જાણીનેરે ફરે આવી આડડોરે,

કરે અતિ આલ્ય દેખાડે સનેહ. લ. ૩

એક દિન આપ્યોરે આવકાર એહનેરે, તે દા'ડાનો કેડ ન મેલે કાન,

જલ ભરવા જાઉં રે આરે હોયે ઉભલોરે, મુને દેખી કરે મનોહર ગાન. લ.૪

કઠણ કરીનેરે હૈયું રાખું હાકલીરે, તોયે આડી આંખે એને જોવાય,

નિષ્કુળાનંદનોરે નાથ નાટક ચેટકીરે,

એને જોયા વિના અમે ન રેવાય. લ. પ

મૂળ પદ

અલ્‍યવ્‍યનો ભીનોરે આવ્‍યા મારી અંકમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી