શ્યામ સ્તન બે મન મોહક, રોચક લાગે અનેરા રે સારા શોભે છે વાળ છાતીના ૯/૧૦

શ્યામ સ્તન બે મન મોહક, રોચક લાગે અનેરા રે;
સારા શોભે છે વાળ છાતીના, આછા કંઇક ઘેરા રે...શ્યામ૦ ૧
પેટ પ્રભુજી છે પ્યારું પ્યારું, ગયું છે મનમાં વસી રે;
નાભીએ ચુંબન ભકતો લે તો, તમે પડો છો હસી રે...શ્યામ૦ ૨
હાથ હરિવર દે અભય વર, ભલે હોય કોઇ પાપી રે;
શરણે આવે તેને બોલાવી, હૈયે દ્યો છો ચાંપી રે...શ્યામ૦ ૩
કેસરી સિંહના સરખી કેડ છે, ધોતી બાંધી રૂપાળી રે;
જ્ઞાનજીવન કહે સાથળ સારા, રહું સદાય નિહાળી રે...શ્યામ૦ ૪

મૂળ પદ

દાદાને દરબાર પોઢ્યા છે વાલો

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી