ચિત મારૂ ચોર્યુંરે નટવર નાગરેરે, મોરલીમાં ગાઇ ગોવાલીડે ગીત ૬/૮

ચિત મારૂ ચોર્યુંરે નટવર નાગરેરે, મોરલીમાં ગાઇ ગોવાલીડે ગીત,
વશ મુને કીધીરે વાઇ બાઇ વાંસળીરે,તેણે મારૂ મોહિ રહ્યું મન ચિત.  ચિ. ૧
નૌતમ નાદ રે શામળે સુંણાવિયોરે, કોય દાડે સાંભળ્યું નોતું જે કાન,
સુંણતામાં ભુલીરે શુદ્ધ હું શરીરનીરે,ગુણવંતે ગાયું ગુણવંત ગાન.  ચિ. ર
ચરણ ન ચાલેરે ઉભી રહી એકલીરે, ટળવળે મળવાને મારૂં મન,
કેમ કરી કહુંરે લાજ આવે લોકનીરે,ત્યારે મારા મનની જાણી જીવન.  ચિ. ૩
સાંકડી શેરીમાંરે મળ્યા મુને માવજીરે,જીયાં નોતો તરવાનો તિયાં લાગ,
આલિંગન લીધુંરે પેચે કરી પાતળેરે,લટકાળે લીધો વરતિને લાગ.  ચિ. ૪
હોસ્ય મુને હતીરે પુરિ કરી પાતળેરે,પોતી મારે હતીં હૈયામાં જે હામ,
નિષ્કુળાનંદનોરે સ્વામી મળ્યા મુજનેરે,સુખકારી સદાયે સુંદર શામ.  ચિ. પ 

મૂળ પદ

અલ્‍યવ્‍યનો ભીનોરે આવ્‍યા મારી અંકમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી