વ્રજની વિથીમાંરે સામો મળે શામળોરે, ૭/૮

વ્રજની વિથીમાંરે સામો મળે શામળોરે,

જાવું જ્યારે જમુનાજીનેરે ઘાટ,

તક જોઇ ટાળેરે આવે અમ કારણેરે,

જાણુ જોઇ બેઠો વાલમ મારી વાટ. વ્ર. ૧

અણ બોલે આવેરે માથે મેલે મોરિડોરો,

ઘુંઘટપટ પરો કરી મુખ જોયે,

હેતનો હોસિલોરે રસિલો રસનોરે,

કારણ એનું કળી ન શકેરે કોયે. વ્ર. ર

આંખ્યને ઉલાળેરે ચાળો કર્યો ચાવળેરે,

અલબેલે આવી બાંધી મારી બેલ,

જાવા દેને જીવનરે દેખે દુરિજન દ્રગેરે,

માર્ગ જાતાં માવજી મુને મેલ. વ્ર. ૩

કાલાવાલા મરૂંરે સમખાઉં સાચનારે, કરી જોઇ કળ વકળ કોટ્ય પેર

વાયદો મેં કર્યોરે વાલા વેલા આવજોરે,

ઘણ નામિ ઘણે હેતે મારે ઘેર. વ્ર. ૪

હેત કરી હરિ રે તાલી લીધી ત્રિકમેરે,

એમ બાંધી એસું અમારી જો પ્રીત,

નિષ્કુળાનંદનોરે સ્વામી મળ્યા મુજનેરે,

અલબેલો અકળ વર અજીત. વ્ર. પ

મૂળ પદ

અલ્‍યવ્‍યનો ભીનોરે આવ્‍યા મારી અંકમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી