ધન્યધન્ય વાસીરે ગોકુળ ગામનારે, ૮/૮

ધન્યધન્ય વાસીરે ગોકુળ ગામનારે, ધન્ય ધન્ય નંદ જશોદાનું ધામ,

સરવથી દિસેરે અતિ સોહામણુંરે, જીયાં કાંઇ વસિયાં સુંદર શ્યામ. ધ.

ધન્ય ધન્ય ધેનુરે ગોપી વસે ગોકુળેરે, જેનું પય પિયે જો પૂરણાનંદ,

કોટ્ય યજ્ઞ કરતાંરે તૃપ્ત ન થાય ત્રીકમરે,

તેતો ગોપી ઘેર જમેછે ગોવિંદ. ધ.ર

ધન્ય ધન્ય વૃક્ષરે વેલી વૃંદાવનનીરે, જેનાં ફળ ફૂલ લિયે હરિ હાથ,

ધન્ય નિરમળરે જળ જમુનાં તણુંરે,

જેમાં નિત્યે નાયે અનાથનો નાથ. ધ. ૩

ધન્ય ધન્ય વેણુંરે કરી જેની વાંસળીરે,

ધન્યધન્ય લાકડી સિંકલિ સિંગ,

ધન્ય ધન્ય વાસિરે વૃજ જીવ જાત્યનેરે,

જેને પરસ્યા પૂરણ બ્રહ્મ અલિંગ. ધ. ૪

ધન્ય ધન્ય ધન્યરે વળી કહું વદનેરે,

કંશ આદ્યે કહે અસુર અપાર,

નિષ્કુળાનંદરે વંદિ લીયે વારણાંરે,

ધન્ય તેના પુન્ય તણો નહિ પાર. ધ. પ

મૂળ પદ

અલ્‍યવ્‍યનો ભીનોરે આવ્‍યા મારી અંકમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી