અમ ઘેરે આવ્યા, આજ ભલે અમ ઘેરે આવ્યા, ૨/૮

 અમ ઘેરે આવ્યા, આજ ભલે અમ ઘેરે આવ્યા,

ચટકતી ચાલ્યે પીયુ પધાર્યા, ભૂધર મન ભાવ્યા,
થાળ ભરી મુક્તાફળે મેં તો, વાલમ વધાવ્યા.              આજ. ૧
વારણા લઇને મંદિર મેં તો, પિઉં પધારાવ્યા,
ભાવ ભલેરે મેં તો ભોજન કરી, જીવન જમાડયા.         આજ. ર
સેજ સમારી સુંદર સારી, લાલને લડાવ્યા,
અલબેલાને ઉરપર લઇ, ખાંત્યે ખેલાવ્યા.                    આજ. ૩
આજ લાજ અલબેલાશું, લેશ ન લાવ્યા,
નિષ્કુળાનંદના નાથ સંગાથે, સનાથ કાવ્યા.                 આજ. ૪
 

મૂળ પદ

મોહનની માયા લાગી મુને મોહનની માયા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી