દર્શન દેવા, આવ્યા હરિ દર્શન દેવા૩/૮

દર્શન દેવા, આવ્યા હરિ દર્શન દેવા

કૃપા કરીને કાંયેક, અમને કથા રસ કેવા,

દયા કરીને દાઝ દલની, નહિ દિયો રેવા. આવ્યા. ૧

ભલે પધારીયા ભાગ્ય અમારે, સાર સ્વામી લેવા,

દાસના દુકરીત દૂર કરવા, હરિવર છે હેવા. આવ્યા. ર

સંસારના સ્નેહિ સરખા, તમે નહિ તેવા,

શિવ સનકાદિક નારદ તમને, સમઝે શુકદેવા. આવ્યા. ૩

સાહેર નિરથી ગંભીર ગુણે, ઉદાર એવા,

નિષ્કુળાનંદના નાથ તમારી હું, સૈ કરું સેવા. આવ્યા. ૪

મૂળ પદ

મોહનની માયા લાગી મુને મોહનની માયા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી