ભૂધરને ભામે, ચડયું ચિત ભૂધરને ભામે, ૪/૮

ભૂધરને ભામે, ચડયું ચિત ભૂધરને ભામે,

એ મન મારૂં મોઇ રયું છે, જરકસિયે જામે,

છેલછોગાળો ફૂલડાં વાળો, તે ન મળે દામે. ચડયું. ૧

નટવર કુંવર નાથજી નિરખી, મન મોદ પામે,

ત્રીકમ વિના તાપ તનના, શા વડે સામે. ચડયું. ર

એ રાત દિવસ ચિતે ચિતવતાં, વ્રે વેદના વામે,

સહજાનંદ સુખ વિના મન, ન બેસે ખામે. ચડયું. ૩

મનમાન્યા મોહનજી મળતાં, ઠરી બેઠા ઠામે,

નિષ્કુળાનંદના નાથ નિરખી, પુરી છે હામે. ચડયું. ૪

મૂળ પદ

મોહનની માયા લાગી મુને મોહનની માયા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી