મોહનને મળતાં, મગન થઇ મોહનને મળતાં, ૫/૮

મોહનને મળતાં, મગન થઇ મોહનને મળતાં,

એ અંગોઅંગ આલિંગન લીધું, ભાવેશું ભળતા,

હેત કરી હરિ હૈયામાં ભિડ્યા, વાલાને વલતાં. મગન. ૧

એ સેજે સેજે એ સુખજ પામી, પ્રિતેશું પળતાં,

સહજાનંદ શિરોમણી મળ્યા, જે ન મળે રળતાં. મગન. ર

રસ બસ થઇ રસિલાને રંગે, ગાંઠ્ય રુદે ગળતાં,

અંતર શાન્તિ પૂરણ પામી, તાપ ત્રયે ટળતાં. મગન. ૩

આ સંસારમાં શું સુખ લૈયે, વેઠે વેળુ દળતાં,

નિષ્કુળાનંદના નાથ સંગે હું, ઢાળે ઢળી ઢળતા. મગન. ૪

મૂળ પદ

મોહનની માયા લાગી મુને મોહનની માયા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી