મીઠડો લાગે, મોહન મુને મીઠડો લાગે, ૬/૮

મીઠડો લાગે, મોહન મુને મીઠડો લાગે,

શોભે શોભાળો લાગે રૂપાળો, સોનેરી વાગે,

જીવન જોઇ હું મનમાં મોઇ, કસુંબિ પાગે. મો. ૧

હાર હરિને કરિ કતાર્યું, પ્રોઇ પ્રેમ ધાગે,

કંઠે આરોપી હું કરી વિનતિ, ભલે આવ્યા ભાગે. મો. ર

અમે રેશું હરિ તમારે ચરણે, કરી તન મન તાગે,

તેહ વિન્યા ત્રણ લોકમાંરે, નથી બીજે જાગે. મો. ૩

નિશદિન દર્શન દેજો દયાળુ, મનડું એ માગે,

નિષ્કુળાનંદનો નાથ નિરખતાં, ભાગ્ય ભલા જાગે. મો. ૪

મૂળ પદ

મોહનની માયા લાગી મુને મોહનની માયા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી