લાલ તમે લટકે, લીધું મન લાલ તમે લટકે, ૭/૮

લાલ તમે લટકે, લીધું મન લાલ તમે લટકે,

ચિતડું મારૂં ચોરી લીધું, ચાલ્ય તણે ચટકે,

ભાવને ભલકે ભીતર ભેદું, ખરા ખરું ખટકે. લી. ૧

ઘર તજી હું ઘેલી ફરું છું, વાંસ તણે કટકે,

ચિતમાં ચોંટી મૂરત્ય મુને, પિતાંબર પટકે. લી. ર

મનમાન્યા મોહનજી મળીયા, ભેટે નહિ ભટકે,

પ્રેમ રસ મુને પાયો પાતળિયા, ઘોળી પિધો ઘટકે. લી. ૩

સંસાર રસમાં ચિત ન ચોટે, વાત કર્યે વટકે,

નિષ્કુળાનંદના નાથ તમ ચરણે, મન મારૂં અટકે. લી. ૪

મૂળ પદ

મોહનની માયા લાગી મુને મોહનની માયા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી