પ્રેમ રસ પાયો, પિયે મુને પ્રેમ રસ પાયો, ૮/૮

પ્રેમ રસ પાયો, પિયે મુને પ્રેમ રસ પાયો,

નટવર કુંવર નાથ અમારો, જશોદાનો જાયો,

વૃંદાવનની વાટે જાતાં, પ્રિતે પાલવ સાયો. પિયે. ૧

કરી કટાક્ષની શાન શામળીયે, ભુલી શુદ્ધ ભાયો,

તન મન મારૂં મિણ કર્યું છે વ્રે વળી જગાયો. પિયે. ર

વાંસળી વડે વ્યાકુળ કીધી, રાગ રૂડો ગાયો,

નંદનો કુંવર નાને મોટો, દિસે છે ડાયો. પિયે. ૩

હેતની રીત રૂડી રાખે છે, ધસી આવે ધાયો,

નિષ્કુળાનંદનો સ્વામી શામળીયો, લેખમાં લખાયો. પિયે. ૪

મૂળ પદ

મોહનની માયા લાગી મુને મોહનની માયા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી