નહિ વરૂં રે સૈયર, હું તો નહિ વરૂ.૧/૪

રાગ આસાવરીની છાંયા

શું કરૂં રે રાણાજી હું શું એ ઢાળ

નહિ વરૂં રે સૈયર, હું તો નહિ વરૂ. ટેક.

આ જગતના જીવને હું નહિ વરૂં,

એ અજર અમર રે નહિ સંસારી નર

એને વરતાં ભાંગે અધવિચ ઘર, તો. ૧

એ નાસવંતરે માથે ધણી શું ધારૂં,

તેથી કુંવારા તો સુધું જ સારૂં. તો. ર

એ દો દન સારૂં રે કોણ બેસારે ગાલ,

રંડાપાની કોણ રોપે વરમાળ. તો. ૩

જેનું એવાતણ રે અધવચ ઉતરે,

એવા વરને મારી બલાયે ન વરે. તો. ૪

એ ચાંદલીયો ચોડયો રૂડો હરિનો ધરશું,

નિષ્કુળાનંદના સ્વામીને વરશું. તો. પ

મૂળ પદ

નહિ વરૂં રે સૈયર, હું તો નહિ વરૂ.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી