નહિ ફરૂંરે સૈયર હું તો નહિ ફરૂં૩/૪

નહિ ફરૂંરે સૈયર હું તો નહિ ફરૂં, ફેરા ફોગટીયા સાથ, તો હું નહિ ફરૂં,

કુડિયા સંગાથે કોણ જમે કંસાર,

સુપને ન ગમે મુને સુખ સંસાર. તોહું ૧

એ અવર વરનેરે બાઇ સોપું જો હાથ,

તો લાજે મારો સમરથ નાથ. તોહું. ર

એ ચોરિયે ન ચડુંરે બાઇ બીજાને સાથ,

હું તો વેચાણી છું હરજીને હાથ. તોહું. ૩

એ બીજા નરનેરે બાઇ નામુ જો શિશ,

તોરે કેજો મુને કુલટા હમેશ. તોહું. ૪

એ મેં રે કર્યું છે મારૂં મારે જો હાથ,

વર વરી છું નિષ્કુળાનંદનો નથ. તોહું. પ

મૂળ પદ

નહિ વરૂં રે સૈયર, હું તો નહિ વરૂ.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી