શું કરૂં રે સૈયર હું તો શું કરૂં, ૪/૪

શું કરૂં રે સૈયર હું તો શું કરૂં, ખોટા સાથે સનેહ તો હું શું કરૂં,

એ છેલ છબીલો રે વાલો ભલેરો ભાવે,

અવર પુરુષ દેખી ઉબકો આવે. તોહું. ૧

એ સુખના સાગરરે વર નંદજીનો લાલ,

બીજા પુરુષ મેં તો દીઠા બેહાલ. તોહું. ર

એ જીવન જોતાંરે થાયે ટાઢડું તન,

અવર પુરુષ દેખી લાગે અગન. તોહું. ૩

એ મનડું માન્યુરે શામળીયા સાથ,

વાલો લાગે છે મુને નટવર નાથ. તોહું. ૪

નિષ્કુળાનંદના નાથ સાથે લોભાણી,

બીજા પુરુષ દીઠા ધુડને ધાણી. તોહું. પ

મૂળ પદ

નહિ વરૂં રે સૈયર, હું તો નહિ વરૂ.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી