હરિ ગુણ ગાયેરે ગાજી, લોકની લાજે ન રયે લાજી૧/૪

જનમ સુધાર્યો રે મારો એ ઢાળ છે.

હરિ ગુણ ગાયેરે ગાજી, લોકની લાજે ન રયે લાજી.૧

લોકની લાજેરે લેવાસે, તેનો અવસર એળ્યે જાશે. ર

જુઠી બાજીરે જાણી, હેતે હરિને ભજીયે પ્રાણી. ૩

હિરલો આવ્યોરે હાથે, તેતો ખોયે નહિ ખળ સાથે. ૪

જૂઠી સોબતરે જગની, મળી મંડળી ઠાલી ઠગની. પ

સગપણ તારે રે તેસું, હરિ ગુણ ગાવા હૈયું નવ હિંસું. ૬

કુબુદ્ધી એ કયાથીરે આવી, હરિની ભકિત ભુંડા નવ ભાવી. ૭

ધન જોબનનીરે ધાંખ્યે, નિષ્કુળાનંદ કહે ન જોયું આંખ્યે. ૮

મૂળ પદ

હરિ ગુણ ગાયેરે ગાજી, લોકની લાજે ન રયે લાજી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી