હરિ રસ પિજેરે હરખી, પામ્યો દેહ પિવા રસ સરખી૩/૪

હરિ રસ પિજેરે હરખી, પામ્યો દેહ પિવા રસ સરખી. ૧

નર તન ન મલે રે નાણે, સમઝવું હોય તો સમઝો ટાણે. ર

કાચી કાયારે કેવાયે, રાખી નહિ રહે જરૂર જાયે. ૩

આ પંડ પડેશેરે પ્રાણી, જન મન જોવો આવી એધાંણી. ૪

પળે પળે પલટેરે પોત, જેમ થાયે ઝાંખી દિપક જોત. પ

અંતે આંહિથી રે જાવું, સમજીને સુખ નહિ રહે આવું. ૬

આંખ્ય ઉઘાડીરે જોયે, ખાટ્યું મહા ધન તે નવ ખોયે. ૭

અવસર જાયેરે વિતિ, નિષ્કુળાનંદ કહે લીયો ચેતી. ૮

મૂળ પદ

હરિ ગુણ ગાયેરે ગાજી, લોકની લાજે ન રયે લાજી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી