વાલાજીરે એ મુખનું સુખ ચાયે સદાયે, જોગી તે શુકદેવ જેવારે.૩/૧૨

વાલાજીરે એ મુખનું સુખ ચાયે સદાયે, જોગી તે શુકદેવ જેવારે.

શિવ સનકાદિક ધ્યાન ધરે નિત્ય, અજ ઇછે એ સુખ લેવારે.એ.૧

વાલાજીરે શિશને સાટે માટે નથી મલતું,

તો સામૃથ્ય સું જો બીજું દેવારે.

તે અણ આશે વિલોકે વદન જન, કહે તે ભાગ્ય તેનાં કેવારે.એ. ર

વાલાજીરે ધન્ય ધન્ય ભાગ્ય પૂરણ પુન્ય પ્રેમદા,

સદાયે કરે હરિની સેવારે.

નાથ નિરખી અંતર લીયે લખી, દેખી જો એવાને એવારે.અ. ૩

વાલાજીરે અહો આશ્ચર્ય વાત મહા મોટી, કોયે ન શકે કેવા ગ્રેવારે.

નિષ્કુળાનંદના નાથજી સાથે, સદા મુદા મન રેવારે.એ. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી