મોહનનું મુખ જોવાને માટે, મનુષ્ય દેહ એહ જાણોરે.૪/૧૨

મોહનનું મુખ જોવાને માટે, મનુષ્ય દેહ એહ જાણોરે.

નર તન પામીને નાથજી ન નિરખ્યા,

તે તન પશુ પરમાણોરે.મો. ૧

વાલાજીરે શ્રવણે ન સુણી શ્રીકૃષ્ણની કથા,

નયણે નાથ જોઇ ન લોભાણોરે.

જીરે જીભાયે જગદીશને વિસારી, બીજું બોલ્યો તે બરલાણોરે.મો. ર

વાલાજીરે સંસ્કૃત પ્રાકૃત વાંચે વૈખરી, વેદ ચારે કોયે વખાણોરે.

સુંદર શામને શરણે ન આવ્યો, તો શું કાવ્યો જગ સિયાણોરે.મો. ૩

વાલાજીરે ચિત દઇ ચરણે સદા રઇયે શરણે,

અને દાસની રાસ જે કેવાણોરે.

નિષ્કુળાનંદ સહજાનંદ શરણે, ખરે ખાતે તે લેખાણોરે.મો. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી