વાલાજીરે તમારાંરે ચરણ ચિતવતાંરે, ૫/૧૨

વાલાજીરે તમારાંરે ચરણ ચિતવતાંરે,

વાલા ટળે ત્રય તાપ તતખેવરે.

પંકજ પદનું માતમ પ્રિછી, કમલા કરેછે નિત્ય સેવરે.તમા. ૧

વાલાજીરે ઈંદ્ર અહિંદ્ર શશિ સરખા, સમઝે શંકર બ્રહ્મા ભેવરે,

નારદ શારદ સનકાદિક સમઝી, સદા સેવે છે શુકદેવરે.તમા. ર

વાલાજીરે ધ્રુવ અમરિષ પ્રેહલાદ વિભિક્ષણ,

સદા શરણે રેવાની જેને ટેવરે,

અડસઠ તિરથ તે તોલ ન આવે, એવું ચરણોદક ગુરુદેવરે.તમા. ૩

વાલાજીરે એ પદવાસે આસે અમારે, રે'છે અંતરે ઇચ્છા અભેવરે,

નિષ્કુળાનંદ એહ પદનેરે પરસી, પામીયે આનંદ અછેવરે.તમા. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી