પાવલીયારે પીયુ પાવન તમારા, રાખું હું રુદીયામાં ધારીરે, ૬/૧૨

પાવલીયારે પીયુ પાવન તમારા, રાખું હું રુદીયામાં ધારીરે,

પરસતાં પદ સદ સુખ થાયે,

ભાગે તે ભવ દુઃખ ભારીરે.પા. ૧

વાલાજીરે પદ પ્રતાપ જાણે જન સરવે, પ્રસિદ્ધ પૂરાણ કે પોકારીરે,

પરસતાં પદ પલટી પળ એકમાં, સલ્યા થઇ છે અહલ્યા નારીરે.પા. ર

વાલાજીરે પદ પરસતાં બલિરાયે બોલ્યો,

વાલા હું છઉં શરણ તમારીરે,

આરે ચરણથી અળગો જો મુને, મેલશોમાં મોરારીરે.પા. ૩

વાલાજીરે સરપ શિર પર પદ અંક પરસી, કાલી થયો છે કરારીરે,

નિષ્કુળાનંદ એ પદ રજ પરસી, પતિત થયા છે ભવ પારીરે.પા. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી