વાલાજીરે તમારાં રે નયણ કમલદલ જેવાં, ૯/૧૨

વાલાજીરે તમારાં રે નયણ કમલદલ જેવાં,

અતિ શોભે છે સુંદર સારાંરે,

હેત કરી હરિ હેરો અમ ઉપર, દુર થાયે જો દુઃખ મારાં રે.તમા. ૧

વાલાજી રે તાપ વિતે રે પુરાણ રસ પાયે,

અમે છૈયે જો ત્રીકમ તમારાં રે,

તમારાં લોચનિયાંની લાલચ લાગી,

તાગી જગત થયા ખારારે.તમા. ર

વાલાજી રે નયણ નીહાલાં ને રસીક રૂપાળાં,

પ્રીતમ લાગે મુને પ્યારાં રે,

અખંડ દ્રષ્ટિ રાખજો અમ ઉપરે, નાથ નહિ કરો હવે ન્યારારે.તમા. ૩

વાલાજી રે મોહન તમારી મિટમાં મર્મજાણો,

કોઇ દિસે છે કામણગારી રે,

નિષ્કુળાનંદ એ નયણ પસાયે, થયાં તે કારજ અમારાં રે.તમા. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી