લોચન તમારાં મોચન ભવ દુઃખનાં, સુખદાયક દ્રગ દિશે રે, ૧૦/૧૨

લોચન તમારાં મોચન ભવ દુઃખનાં, સુખદાયક દ્રગ દિશે રે,

જે દિનનું જોયું જાંખી અમ ઉપર, તે દિનનું મન હિસે રે.લો. ૧

વાલાજી રે એ રે લોચનીયે લીધું ચિત્ત ચોરી,

મારૂં બીજે તે મન ન બેસેરે.

સર્વસુ ત્રોડી મેં જોડી તમ સાથે, પ્રીત પ્રભુજી તમ વિષે રે.લો. ર

વાલાજીરે એ નયણાની જે ચોટમાં ચડીયાં,

તે જન કીયાં જો જાશે રે,

અવર દશ તેને એકે નહિ સુજે, હિંસિ તમારે સંગ રેસે રે. લો. ૩

વાલાજીરે નયણ બાણે મારી પ્રાણ લીધાં,

કીધા શરણે સમર્પણ શિશેરે,

હવે અમે તમારાં ને તમે અમારાં,

એમ નિષ્કુળાનંદ કહે નિસે રે.લો. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી