કરુણા દ્રષ્ટિ કરીને મારા વાલા, જીવન અમ પર જોયું રે, ૧૨/૧૨

 

કરુણા દ્રષ્ટિ કરીને મારા વાલા, જીવન અમ પર જોયું રે,
અનેક અઘ જે હતું રે અમારૂં, તે એક પલક માંયે ખોયું રે. ક.૧
વાલાજી રે નયણાનાં બાણ સાંધીને શામળીયા,
મારૂં પ્રીતમ પ્રાણ પરોવાયું રે,
તે દેની હું તો વસ્ય તમારે, મારૂં મન તમ સંગે મોયું રે. ક. ર
વાલાજી રે નયણ નિરમળે મેલ હર્યો મનનો,
તેણે કર્મ કીચ મારૂં ધોયુરે,
સર્વે અંગે મુને શુદ્ધ કરીને, છબીલા અંગ મુને છોયુંરે. ક. ૩
વાલાજી રે કરી નિઃશંક મગન થઇ માલું, મારૂં હરિ સંગે હેત હોયુંરે,
નિષ્કુળાનંદના નાથ વિના વરીયાં, તેણે તે જીવત વગોયુંરે. ક. ૪

 

 

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી