શામ સુવાગિરે સહજાનંદ શામ સુવાગિ, ૧/૪

રાગ ખંભાતિનો ભાવ

શામ સુવાગિરે સહજાનંદ શામ સુવાગિ,

માયા મુને મુખની લાગી રે સહજાનંદ શામ સુવાગિ,

ભાવઠ્ય ભેટતાં ભાગી રે, સહજાનંદ શામ સુવાગિ. ટેક. ક.

મુખ જોતાં સુખ ઉપજે, ભેટે ભવ દુઃખ જાયે,

છબી છબીલાની જોઇને, મારા નયણાં નિરમલ થાયે. સહ. ૧

સુંદર હાર સોયામણા, ગલે પેર્યા વિંદ,

મૂરતિ જોતાં માવની, મારૂં મન પામ્યું આનંદ. સહ. ર

સુંદર વાણી વદને, રસે ભરી રસાળ,

સુખની મૂરતિ શામળો, વળી દિસતાં દયાળ. સહ. ૩

સુંદર નયણાં નિરમળાં, જોઇ થયા સનાથ,

ક્રીપાળ દયાળ દલના, નિષ્કુળાનંદના નાથ. સહ. ૪

મૂળ પદ

શામ સુવાગિરે સહજાનંદ શામ સુવાગિ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી