સુખના સિંધુરે, સહજાનંદ સુખના સિંધુ, ૨/૪

સુખના સિંધુરે, સહજાનંદ સુખના સિંધુ,

દયાળુ દિનના બંધુરે, સહજાનંદ સુખનાસિંધુ,

દયા કરી દર્શન દીધુંરે, સહજાનંદ સુખના સિંધું. ટેક.

સુખસાગર શામળા, મહાસુખ મળ્યા મહારાજ,

ન જોઇ કરણી માહેરી રે, તમે ગરીબના નવાજ. સહ. ૧

ભવ સ��ગરમાં બૂડતાં, બરદે ઝાલી બાંયે,

વસમી વેળાયે વાલમા, મારી સમરથ કરી સાયે. સહ. ર

ગુણ તમારા ગોવિંદજી, કેતાં તે નાવે પાર,

મારા તન ત્વચા તણી, કરૂં તમારે પાયે પેજાર. સહ. ૩

કઠણ ત્વચા માહેરી, ખુચશે ચરણને સાથ,

રખે દુવાતા દલમાં, નિષ્કુળાનંદના નાથ. સહ. ૪

મૂળ પદ

શામ સુવાગિરે સહજાનંદ શામ સુવાગિ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી