શામ સલૂણારે સહજાનંદ શામ સલૂણા, ૩/૪

શામ સલૂણારે સહજાનંદ શામ સલૂણા,

એકે ગુણે નથી ઉણારે, સહજાનંદ શામ સલૂણા,

નેહના નાથ નિપુણારે, સહજાનંદ શામ સલૂણા,

સઇ સઇ પેર્યે શામળા, ગાયે ગુણની વાત,

શરણે આવી સુખ પામીયા, વળી વામીયાં ઘણી ઘાત. સહ.૧

શોધી લીધા શામળા, દુઃખી જાણી દયાળ,

તમ વિના ત્રિલોકમાં, કોયે નથી બીજો કૃપાળ. સહ. ર

વડાઇ તમારી વાલમાં, જીભે જણાવી ન જાયે,

એક અમારે કારણે, કર્યા કોટ્ય કોટ્ય ઉપાયે. સહ. ૩

સંકટ હરવા શામળા, નિમ તમારે જ નાથ,

નિષ્કુળાનંદ નિઃશંક છે, તમે હરિ ગ્રહ્યો જ્યારે હાથ. સહ. ,

મૂળ પદ

શામ સુવાગિરે સહજાનંદ શામ સુવાગિ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી