કરી છે દિવાની મુને કાનડ કાળે, કાનડ કાળેરી નંદને ગોવાળે.૨/૪

 

કરી છે દિવાની મુને કાનડ કાળે, કાનડ કાળેરી નંદને ગોવાળે. મુને.

લટકાં કરીને લીધું મન મારૂં. આંખડલીને ઉલાળે. મુને. ૧

મિટડલીમાં મર્મ કરીને, છળી મુને છેલ છોગાળે. મુને. ર

સુણરે સાહેલી કરી મુને ઘેલી, મોહનજી મેર્મલે. મેનુ. ૩

નિષ્કુળાનંદના નાથજી વિન્યા, નયણા ન બીજું નિહાળે. મુને. ૪

મૂળ પદ

મારૂં મન માનયું મા મોહન સંગે, મોહન સંગેરી અતિ ઉછરંગે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી