હવે નહિ મેલું બાઇ કાનનો કેડો, કાનનો કેડોરી, બાઇ.૪/૪

હવે નહિ મેલું બાઇ કાનનો કેડો, કાનનો કેડોરી, બાઇ.

જુઠા જગતની લાજ તજીને, નાખીશ માથે હું છેડો. બાઇ. ૧

વાલા થઇને વારે કોઇ મુજને, ત્રોડી કરૂં તે શું નિવેડો. બાઇ. ર

માથાને સાટે મળે નહિ મુજને, શામળિયાનો સનેડો. બાઇ. ૩

નિષ્કુળાનંદના નાથને સજની, અર્પણ કરીયો છે દેહડો. બાઇ. ૪

મૂળ પદ

મારૂં મન માનયું મા મોહન સંગે, મોહન સંગેરી અતિ ઉછરંગે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી