પિયા જોવા તમારૂં વદન, તન તલફે ફરી ફરી, ૨/૪

પિયા જોવા તમારૂં વદન, તન તલફે ફરી ફરી,

પિયા દિજે દરશન દાન, દયાળુ દયા કરી. ૧

પિયા જોતાં તમારૂં મુખ, દુઃખ ન રહે રતિ,

મારાં નયણા સુફળ થાયે, નિરખી નાથ મૂરતિ. ર

મારા મન તણા મનોરથ, પીયુજી પુરા કરો,

પિયા દાસ તણી અરદાસ, કાંયેક કાને ધરો. ૩

સુંદર વદન મારા શામ, કામ કોટ્ય વારણે,

તજ્યું કુળ કુટુંબ સમેત, કમલ નેણ કારણે. ૪

પિયા મુકી તમારૂં જો મુખ, સુખ કયાંથી લીજીયેં,

તે માટે મહારાજ, દરશન તો દિજીયે. પ

પિયા એહ અમારી અરજ, સાયબ મારા સાંભળો,

પિયા નેહ નિભાવણ નાથ, પીયુજી પ્રિતે પળો. ૬

પિયા તમે સુખ તણા સાહેર, દુઃખ ટાળો દાસને,

નથી ઇચ્છા બીજી અન્ય, તજી પદ નિવાસને. ૭

પિયા અંતરમાં અભિલાષ, રહે છે રાત દને,

પિયા નિષ્કુળાનંદના નાથ, નિરખવા તમને. ૮

મૂળ પદ

કોયેક અમારી અરદાસ, કેજો જઇ કૃષ્‍ણને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી