પિયા તમારૂં જે વદન, સદન સર્વ સુખનું, ૩/૪

પિયા તમારૂં જે વદન, સદન સર્વ સુખનું,

નિરખતાં ભરી લોચન, મોચન ભવ દુઃખનું. ૧

પિયા નયણામાં ઘણો નેહ, અમ્રત્યે અતી ભર્યા,

પિયા મિટ ધરી મુજ માથ, નાથજી દુ:ખ હર્યા. ર

પિયા મુખે મધુરાં વેણ, દેણ સુખ સંપતિ,

સુણતાં મન થાયે મેણ, વિરમે સર્વ વિપતિ. ૩

પિયા હસવે હેત સમેત, વાણી કહિ વાલની,

મોયું મારૂં મન ચિત્ત, જોઇ શોભા ભાલની. ૪

પિયા વિઘ્યે વિઘ્યે કરી વાત, સમઝાવી સુખની,

ઓળખાવી અંતર માંયે, સોબત વિમુખની. પ

પિયા અમ પર કર્યું હેત, નિશ્ચે મારા નાથજી,

પિયા અઢળક ઢળિયા અમ સાથ, મલ્યા ભરી બાથજી. ૬

પિયા સંભારતાં એ સુખ, વિયોગ દુઃખ થાયે છે,

પિયા જોતાં વચન સનમુખ, રાજી જો રેવાયે છે. ૭

પિયા મન મળવા મહારાજ, તલફે મારૂં તનજી,

પિયા નિષ્કુળાનંદના નાથ, દિજે દર્શનજી. ૮

મૂળ પદ

કોયેક અમારી અરદાસ, કેજો જઇ કૃષ્‍ણને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી