અલબેલા આવોરે આજ અમ પાસળેરે, ૧/૬

રાગ મેવાડો
અંતકાળે આવીરે સંભાળી લેજો શામળારે, ઢાળ છે
અલબેલા આવોરે આજ અમ પાસળેરે,
પૂરો પૂરો પીયુ અમારી રે આસ,
વદન તમારૂં રે વાલા વિલોકયા વિના રે,
અંતર અમારૂં રહે છે ઉદાસ.                             અ. ૧
આણી આણી આંખે રે નાથ મુખ નિરખશું રે,
ત્યારે જાશે દલડાનું રે દુઃખ,
શ્રવણે સાંભળશુંરે વાલૈડાની વાતડીરે,
ત્યારે સર્વે અંગે થાશે રે સુખ.                           અ. ર
સનમુખ બેસી રે મહા સુખ મુખ નિરખશુંરે,
ત્યારે મારૂં મન થાશે મુદિત,
લટકાને જોસુ રે લટકાળા લાલના રે,
ત્યારે સુખ થાશે અંતરે ઉદિત.                         અ. ૩
મારા નયણા પિયાસી રે પિયા મુખ પેખવા રે,
નિરંતર અંતર રહે છે ઉદાસ,
નિષ્કુળાનંદના રે સ્વામીજી પધારજો રે,
દયા આણી જાણી પોતાના રે દાસ.                 અ. ૪

    

મૂળ પદ

અલબેલા આવોરે આજ અમ પાસળેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી