વિસારોમાં વાલા રે અલબેલા અમને રે, ૨/૬

વિસારોમાં વાલા રે અલબેલા અમને રે,

અમે છૈયે હરિ તમારા રે દાસ,

દર્શન દેજો રે દયાળુ દયા કરી રે, અમને છે એક તમારી રે આસ. વિ. ૧

વાંસળી વાઇને રે વ્રેહ ઉપજાવીયો રે, રૂડી રીતે રમાડીયા હરિ રાસ,

પળે પળે પીયુ રે પ્રેમેશું પોષિયા રે,

આજ કેમ થયા અમથી ઉદાસ. વિ. ર

ભૂધર ભેટીને રે ભવ દુઃખ ભાંગીયારે,

સમે સમે આપીયાં ઘણા રે સુખ,

હેત કરી હરિ રે અમને જો હેલવ્યા રે, હવે કેમ કીધું મોઘું રે મુખ. વિ. ૩

તમ વિના કોનેરે દિન કેમ કાઢીયે રે, સુખ ઘણું સાલે છે જો શરીર,

નિષ્કુળાનંદનારે નાથ નિરખ્યા વિનારે, કોને કઇ પેર્યે ધરીયેરે ધિર. વિ. ૪

મૂળ પદ

અલબેલા આવોરે આજ અમ પાસળેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી