વાલા વિન્યા વિતે રે ઘડી ઘણું વસમી રે, ૪/૬

વાલા વિન્યા વિતે રે ઘડી ઘણું વસમી રે,

આલોચન અંગમાંયે રે ન માય, પળે પળે દાઝે રે દુઃખે મારી દેહડી રે,

વાલો મળે વિજોગ વ્રેહની વિલાયે. વાલા.૧

દાવાનલ લાગ્યો રે ડુંગરીયા ડોલીયા રે,

કોને કેમ કોગળે કરીને ઓલાય,

અમૃત એલિયે રે અલબેલા આવજો રે,

મુખ જોયે દુઃખ પળેપળમાંયે. વાલા ર

પાવકની ઝાળે રે પંખી નવ પરજળે રે,

વિતે વન વેલીને વસમી રે વાર,

આગમને વિના રે આવી બની એહને રે,

શામ ઘન વિના કરે કોણ સાર. વાલા. ૩

પાન પરજળ્યા રે ડાળ્યું લાગી દાઝવા રે, હવે નથી રેતું જો ધિરજ મન,

નિષ્કુળાનંદના રે પીયુજી પધારજો રે,

જો હોય જીવાડવાનું જીવન. વાલા. ૪

મૂળ પદ

અલબેલા આવોરે આજ અમ પાસળેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી