દલના દયાળુ રે દિનને દયા કરો રે, હરો હરિ અમારી રે દાજ ૬/૬

દલના દયાળુ રે દિનને દયા કરો રે, હરો હરિ અમારી રે દાજ,

તમ વિના નથી રે કોયે ત્રણ લોકમાં રે,

સમ્રથ સારવા અમારાં કાજ. દલ. ૧

દલડાની દાઝુ રે કૈયે કેને આગળે રે, સુખદાઇ સુણી સુંદર શામ,

અરજી અમારી રે કૃપાળુ કાને ધરો રે,

તમ વિના નથી ઠરવાનું ઠામ. દલ. ર

અમારે તો તમે રે અલબેલા એક છો રે,

સાચા જો સનેહિ શામ સુજાણ,

વસમી વેળાના રે વારૂં તમે વિઠલા રે,

છોજી મારા જીવના જીવન પ્રાણ. દલ. ૩

વળી વળી વાલા રે વિનતાની વિનતિ રે,

ગુણવંત સુણીયે ગરીબની ગાથ,

નિષ્કુળાનંદના રે સ્વામીજી શું કહું રે,

અમ પર કરો નજર મારા નાથ. દલ. ૪

મૂળ પદ

અલબેલા આવોરે આજ અમ પાસળેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી