માવજીની મિટે ચડીયાં રે, માવજીની મિટે ચડીયાં, ૧/૪

રાગ મેવાડી

શામને શું કાવી મેલું રે એઢાળ.

માવજીની મિટે ચડીયાં રે, માવજીની મિટે ચડીયાં,

માવજીની મિટે ચડીયાં હો આજ અમે, માવજીની મિટ ચડીયાં રે, ટે.

પિયરીયે પરહરી મેલી રે, સાસરીયે સગાઇ મેલી,

ઘરને ગણી છે ઘેલી રે હો. આજ. ૧

કુળમાં કડવી થઇ રે, લોકડીયામાં લજ્યા ગઇ,

ઘરમાં તો ગમે નહિ રે હો. આ. ર

લોચનીયે લગાડી બાણ રે, પ્રોવીને લીધાં છે પ્રાણ,

તનડામાં તેની તાણ રે હો. આ. ૩

નિષ્કુળાનંદને નાથે રે, અમને કીધા છે હાથે,

પ્રાણ બાંધ્યા એને સાથે રે હો. આ. ૪

મૂળ પદ

માવજીની મિટે ચડીયાં રે, માવજીની મિટે ચડીયાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી