મિટલડીને બાંણે મારી રે, મિટલડીને બાણે મારી, ૨/૪

મિટલડીને બાંણે મારી રે, મિટલડીને બાણે મારી,

મિટલડીને બાંણે મારી રે, મરમાળે વાલે, મિટલડીને બાણે મારી રે,

કરતાં ન સુજે કામ રે, ઝંખના છે આઠું જામ,

મનડું ન બેસે ઠામ રે, મર્મા. ૧

ગઇતી જમુંનાને ઘાટે રે, પાણીડાં ભરવાને માટે,

મોહન મળીયા વાટે રે. મ. ર

નયણાંની કરી સાને રે, મુજપર ત્રોડ્યું તાન,

કામણગારા છે કાન રે, મ. ૩

નિષ્કુળાનંદને વાલે રે, નાંખી ચોટ નંદલાલે,

સાન એની મુને સાલે રે, મ. ૪

મૂળ પદ

માવજીની મિટે ચડીયાં રે, માવજીની મિટે ચડીયાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી