મનડું હરીને લીધું રે મનડું હરીને લીધું, ૩/૪

મનડું હરીને લીધું રે મનડું હરીને લીધું,

મનડું હરીને લીધું રે, લટકાળે વાલે, મનડું હરીને લીધું રે,

આવીને એ ઉભો સામો રે, જરકસી પેરી જામો,

જોઇ મુંને લાગ્યો ભામો રે, લટ. ૧

ઉભા છે કમર કસી રે, હેતે મુંને જોયું હસી,

દિઠે દલ દયા વસી રે, લટ. ર

તાનેંસુ પાડતા તાલી રે, વનમાંયે વનમાળી,

ભુલી શુદ્ધ એને ભાળી રે, લટ. ૩

લાલ છડી લઇ હાથ રે, શોભે છે સખાને સાથ,

નિષ્કુળાનંદનો નાથ રે, લય.૪

મૂળ પદ

માવજીની મિટે ચડીયાં રે, માવજીની મિટે ચડીયાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી