અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે ૧/૪

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે;
			ઓધાજી અમે અંતરની કેને કહીએ...ટેક.
વાલે પ્રીતિ કરી પહેલી, મથુરા ગયા છે મેલી;
			કહોને હવે કેમ કરીએ રે...ઓધાજી૦ ૧
સનેહનું શલ્ય સાલે, પિયુ વિના કોણ પાળે;
			હરિએ ન જાણ્યું હૈયે રે...ઓધાજી૦ ૨
આંખડીએ આવે છે આંસુ, લોકડિયા કરે છે હાંસુ;
			તે તો અમે સર્વે સહીએ રે...ઓધાજી૦ ૩
નિષ્કુળાનંદને નાથે, અમને ન માર્યા હાથે;
			આવું કરવું’તું જૈયે રે...ઓધાજી૦ ૪
 

મૂળ પદ

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ

મળતા રાગ

મેવાડો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0