અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે ૨/૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે;
			ઓધાજી મારું અંતર દાઝે છે અતિ રે...ટેક.
જે દિ’ના સધાવ્યા શ્યામ, તે દિ’નું ન સૂઝે કામ;
			મૂંઝાઈ ગઈ છે મતિ રે...ઓધાજી૦ ૧
દરદે દીવાની ડોલું, બોલતા બેફામ બોલું;
			ઘેલાના જેવી છે ગતિ રે...ઓધાજી૦ ૨
બોલ્યું નવ ગમે કે’નું, મુખ જોયા વિના એનું;
			રુદે સુખ નથી રતિ રે...ઓધાજી૦ ૩
નિષ્કુળાનંદનો સ્વામી, જાણે છે અંતરજામી;
			તોય કહેજો મારી વતી રે...ઓધાજી૦ ૪
 

મૂળ પદ

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ

મળતા રાગ

મેવાડો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
શ્રીજી દયા કરો
Studio
Audio
0
0