અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે ૩/૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે;
			ઓધાજી મારું અંતર ઉદાસી રહે છે રે...ટેક.
રાત દિન રૂદામાંય, સાંભરે રસિકરાય;
			તેણે નેણે નીર વહે છે રે...ઓધાજી૦ ૧
અમને વિસાર્યા વાલે, નેક નંદજીને લાલે;
			તેણે દન દુ:ખમેં છે રે...ઓધાજી૦ ૨
મથુરાના રાજા ઠર્યા, ભલે કુબજાને વર્યા;
			તેનું એને કોણ કહે છે રે...ઓધાજી૦ ૩
નિષ્કુળાનંદનો રાજ, કાં રે આહીં નાવે આજ;
			હવે એને કેનો ભે’છે રે...ઓધાજી૦ ૪
 

મૂળ પદ

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ

મળતા રાગ

મેવાડો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી